પાઠ 3 ભારતમાં યુરોપિયનોનું આગમન (ભાગ 1) Indian History

Indian History

3 ભારતમાં યુરોપિયનોનું આગમન

પાઠ 3 ભારતમાં યુરોપિયનોનું આગમન (ભાગ 1) Indian History
પાઠ 3 ભારતમાં યુરોપિયનોનું આગમન (ભાગ 1)


 *પ્રસ્તાવના*

(1) ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને છેક પ્રાચીનકાળથી યુરોપીયનોની માફક અનેક પ્રજા ભારતમાં પ્રવેશતી રહી છે.
(2) ઇ.સ. 13મી સાદી થી 16મી સદી સુધીમાં યુરોપમાં નવજાગૃતિ, ધર્મસુધારણા તથા ભૌગોલિક શોધખોળને   પરિણામ અનેક પરિવર્તન આવ્યા.
(3) ઇંગ્લેન્ડે લોકશાહીને આવકારી અને વિકસાવી.
 (4) 18મી સદીમાં યુરોપમાં અનેક મહાન વિદ્વાનોએ પ્રબુદ્ધ યુગનું સર્જન કરી માનવતાવાદ , સમાનતા અને સ્વતંત્રતાનો સંદેશો આપ્યો હતો.
 (5) ભારત મુઘલયુગમાં પણ વિશ્વના અર્થતંત્રમાં મોખરાનું સ્થાન ભોગવતું હતુ. ભારતના સુતરાઉ કાપડ, ગળી, મારી-મસાલા, ઇમારતી લાકડું તેમજ રેશમી વસ્ત્રોની યુરોપભારમાં બહુ મોટી માંગ હતી.
(6) ગુજરાતી અને દક્ષિણ ભારતીય વેપારીઓ યુરોપ, આફ્રિકા અને પૂર્વીય એશિયાઈ દેશોનો વેપારીઓ સાથે સંપર્કમાં હતા.
(7) તુર્કીઓએ કોન્સ્ટે^ પર પોતાનો અધિકાર સ્થાપિત કર્યો (1453) પરિણામે પશ્ચિમી યુરોપના સ્પેન અને પોર્ટુગલ જેવા રાષ્ટ્રોને વેપારમાં ઘુસવા દેવા માંગતા ન હતા.
 (8) પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો ભારત અંર ઇન્ડોનેશિયાના મસાલાના કેન્દ્રો સુધી પહોંચવાના  સમુદ્રમાર્ગો શોધવા તરફ વળ્યા.
(9) મસાલાના દ્વીપ તરીકે ઓળખાતા ઇન્ડોનેશિયાની આસપાસના પ્રદેશો તે સમયે "ઈસ્ટ ઇન્ડિયા" તરીકે ઓળખાતા હતા.
(10) પોર્ટુગલ અને સ્પેન ભૌગોલિક શોધખોળ ક્ષેત્રે પહેલ કરનાર રાષ્ટ્રો બન્યા.
 (11) સ્પેનનો કોલંબસે અમેરિકાની શોધ (ઈ.સ. 1492) કરી.
(12) પોર્ટુગીઝના વાસકો-ડી-ગામા એ યુરોપથી ભારત સુધીનો અત્યંત સુરક્ષિત અને નવો જળમાર્ગ (ઈ. સ. 1498) શોધી શક્યો.
     તેણે આ સમૂદીક ભૂશિરને " કેપ ઓફ ગુડહોપ" નું નામ આપ્યું.

*પોર્ટુગીઝો*

(1) ભારતમાં પોર્ટુગિઝોન આગમન સમયે કાલિકટ રાજ્યમાં સામુદ્રિક(ઝામોરીન) નામના શાસક હતા. ત્યારબાદ તેમણે કોચીન ગોવા, દીવ અને દમણમાં પોતાના વેપારી કેન્દ્રો શરૂ કર્યા. પોર્ટુગીઝોએ ગોવા પર કબજો જમાવ્યો.
(2) મુઠ્ઠીભર પોર્ટુગીઝ સૈનિકો સમુદ્રમાં પોતાનું વચ્ચસ્વ સ્થાપ્યું સમુદ્રી ચંચિયાગીરી અને લૂંટફાટનો ઓશરો લઈ ભારતીય સમુદ્રમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું.
(3) પોર્ટુગીઝ સરકારે હિંદમાં તેના પ્રથમ ગવર્નર તરીકે આલ્મડોની નિમણુંક કરી. (ઈ. સ. 1507) ત્યારબાદ આલ્ફાન્ઝો અલ્બુકર્કને ગવર્નર નીમવામાં આવ્યો.
(4)આલ્ફાન્ઝો અલ્બુકર્ક ગોવા જીતીને તેણે તેને પોર્ટુગીઝ રાજ્યની રાજધાની બનાવી(ઈ. સ.1510) ત્યારબાદ 100 વર્ષ જળસીમાં પર રાજ કર્યું.

*ડચ*

(1) હોલેન્ડે વિશ્વવ્યાપારમાં ઝંપલાવી ભારતના પોર્ટુગીઝ વ્યાપાર વાણિજ્યને તોડવા નાની-નાની વેપારી કંપનીઓને જોડીને 1602 માં એક નવી 'ડચ ઈસ્ટ ઇન્ડિયા' કંપની સ્થાપી.
 (2) ડચોએ ઇન્ડોનેશિયાના જાવા, સુમાત્રમાંથી પોર્ટુગીઝોને હાંકી કાઢ્યા.
(3) ડચો ભારતના ગુજરાતમાં સુરત, ભરૂચ, ખંભાત અને અમદાવાદ થતા કેરળના કોચીન, મદ્રાસના નાગપટ્ટમ, આંદ્ર ના મસૂલીપટ્ટમ, બંગાળના ચિનસુરા, બિહારના પાટણ અને ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે વેપારી કોઠીઓ સ્થાપી.
 (4) ઈ.સ. 1658 ડચોએ પોર્ટુગીઝો પાસેથી શ્રીલંકા જીતી લીઘું.

*બ્રિટીશ*

(1) પોર્ટુગીઝ અને ડચોના ભારત વ્યાપરથી પ્રેરાઈને બ્રિટિશરો ભારતીય વેપારમાં આવા તલપાપડ બન્યા.
(2) બ્રિટનના કેટલાંક વ્યાપારીઓએ મર્ચન્ટ એડવેન્ચર્સ ( સાહસિકોની વ્યાપારી મંડળી) બનાવી જે આગળ જતાં 'બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા' કંપની તરીકે ઓળખાઈ.
 (3) બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ એક રોયલ ચાર્ટર એકટ (31 ડિસેમ્બર 1600) દ્વારા કંપનીને ભારત અને વિશ્વના સાથે વેપાર કરવાનો એકાધિકાર આપ્યો.
(4) ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતના સુરતમાં કોથી નાંખવા નિશ્ચય  કર્યો.
 (5) કેપ્ટન કોકિન્સે જહાંગીરને વેપારી કોઠીની પરવાનગી લેવા વિનંતી કરી. ઈ. સ. 1612-13માં પરવાનગી આપી.
(6) (ઈ. સ.1615) વોમસરોમાં પ્રયત્નોથી કંપની ને મુઘલ સામ્રારાજ્યના તમામ વિસ્તારોમાં વેપાર અને કોઠી સ્થાપવોના અધિકાર મળ્યો.
 (7) બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા. પોર્ટુગીઝોએ મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો.
 (8) અંગ્રેજો અને ડચ વચ્ચે ઇન્ડોનેશિયાના મસાલાના વેપાર મામલે સતત સંઘર્ષ થયો. જે ઈ. સ. 1654 થી ઈ. સ. 1667 એગ્લો-ડચ વોર તરીકે ઓળખાય છે.

0 Comments