પાઠ 2. 18મી સદીના ભારતનો ઉત્તરાર્ધ અને સત્તાપ્રાપ્તિ માટે સંધર્ષ Indian History

Indian History

મૈસુર

  1. મૈસુરમાં કૃષ્ણરાજ વદીયારના સમયમાજ   હૈદરઅલીની વાસ્તવિક સત્તામાં શક્તિશાળી રાજ્ય બન્યું
  2. ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મદદથી તેણે ડિંડીગુલખાતે આધુનિક શસ્ત્રાગારની ઇ સ 1755 સ્થાપના કરી
  3.   હૈદરઅલી બીજા એંગલો-મૈસુર યુધ્ધમાં મૃત્યુ પામ્યો 
  4. ટીપું સુલતાન ચતુર્થ એંગલો-મૈસુર યુધ્ધમાંમૃત્યુ પામ્યો 
  5. ટીપું સુલતાન નવીન કેલેન્ડર, નવા સિક્કાઓ,નવીન તોલમાપ પ્રણાલી, આધુનિક પુસ્તકાલય તથા ધર્મ, ઇતિહાસ, વિઘ્નાન અને ગણિતમાં રસ લેનાર હતો 
  6. શ્રીરંગપટ્ટનમમાં વૃક્ષ સ્થાપીને 'જેકોબિન કલબ ' નો સભ્ય બન્યો.
  7. યુરોપીયન શૈલી પ્રકારે લશ્કરનું નવીનીકરણ કર્યું નૌકાસેના અને જહાજો બનાવ્યા
  8. "ઘેટાંની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે" ટીપું સુલતાન 
  9. અંગ્રેજોએ તેને સૌથી ખતરનાક દુશ્મન સમજતા 

  દિલ્લીની આસપાસના પ્રદેશો 

  1. સૌથી મહત્વપુર્ણ રાજપૂત શાસક આમેરનો સવાઇ જયસિંહ હતો.
  2. તે રાજનીતિગ્ન, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન ખગોળનો વિદ્વાન હતો. 
  3. તેણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં  વિજ્ઞાન  અને ટેક્નોલૉજીની વેધશાળા બનાવી.
  4. તેણે ગણિત ત્રિકોણમિતીમાં કામ કર્યું, બાળકીને દૂધપિતિ કરવાના વિરુધ્ધ હતા.

બંગેસ પઠાણો અને રોહિલ્લાઓ 

  1. અલીગઢ અને કહપુર વચ્ચે મોહમ્મદખા બંગેસનું રાજ્ય હતું.  
  2. રાજધાની બરેલીના આંવલાઅને ત્યારબાદ રામપુર બનાવી. 

રાજપૂતાના 

  1. રાજપૂત રાજાઓ જયપુર, ઉદેપુર તથા જોધપુર રાજ્યોમાં પોતાના વિકાસનું સાતત્ય જાળવી રહ્યા 

શિખસત્તા 

  1. 17મી સદીમાં શિખગુરુ હરગોવિંદ શીખોને લડાયક બનાવતા 
  2. 10માં ગુરુ ગોવિંદસિંહના શીખ સૈન્યે ઔરંગઝેબ સામે યુધ્ધ કર્યા બાદમાં બંદાબહાદુરે કર્યા ચાલુ રાખ્યું 
  3. 18મી સદીમાં શીખોના સુકરચકયા જાતિમાથી આવેલા રણજિતસિંહે લાહોર અને અમૃતસર જીતીને તથા મૂલતાન, કશ્મીર પેશાવરને જીતીને શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો 
  4. તેમનું મૃત્યુ 1839 બાદ ડેલહાઉસીએ બ્રિટિશ સામ્રાજ્યમાં વિલય કર્યો 

મરાઠાસત્તા  

  1. શિવાજીએ સ્વબળે મુઘલસત્તા અને દક્ષિણમાં  બહમની રાજ્યો સાથે ભારે સંધર્ષ કરી મરાઠાસત્તાનો પાયો નાખ્યો.
  2. છત્રપતિ બનેલા શિવાજીએ મરાઠીરાજને 1680 સુધીમાં મુઘલ સામ્રાજ્યની બરાબરી કરી દીધી.
  3. શિવાજીના પૌત્ર શાહુને    ઔરંગઝેબે (1689) કેદ કર્યો.
  4. શાહુ અને કાકી તારાબાઈ વચ્ચે વારસાવિગ્રહ થયો પરિણામે મરાઠી સરકારમાં પેશ્વાપ્રથા શરૂ થઈ.
  5. પ્રથમ પેશ્વા બાલાજી વિશ્વનાથ એક બ્રાહ્મણ હતા.
  6. શિવાજી પછીના ગેરીલાયુધ્ધના સૌથી શક્તિશાળી પ્રતિક તરીકે બાજીરાવ પ્રથમ પેશ્વાને યાદ કરવામાં આવે છે.
  7. બાજીરાવના મૃત્યુ  (1740) બાદ પુત્ર બાલાજી બાજીરાવ જે નાનાસાહેબ તરીકે પ્રખ્યાત થયા
  8. એહમદશાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપથનું ત્રીજું યુધ્ધ 14/01/1761 થયું આ યુધ્ધમાં સદાસિવ રાવે મહત્વનો ભાગ ભજવ્યો જેમાં 28,000 મરાઠા સૈનીકો મૃત્યુ પામ્યા.આધાતથી જૂન 1761 માં પેશવાનું મૃત્યુ થયું 
  9. સવાઇ માધવરાવ (1795) મૃત્યુ પામ્યા, ત્રીજા મરાઠા વિગ્રહમાં મરાઠાઓ હાર્યા અને પેશ્વાપ્રથાનો અંત આવ્યો 

આસામ અને ઉત્તરપૂર્વ રાજયો 

  1. મુઘલોને હાર આપનાર શક્તિશાળી આસામી નેતા બડફકન હતા.
  2. અહોમના શાસક રૂદ્ધ્રસિંહાને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામા આવે છે.
    Indian History

0 Comments