પાઠ 3 ભારતમાં યુરોપિયનોનું આગમન (ભાગ 2 ) Indian History

 Indian History

પાઠ 3 ભારતમાં યુરોપિયનોનું આગમન (ભાગ 2 )

પાઠ 3 ભારતમાં યુરોપિયનોનું આગમન (ભાગ 2 ) Indian History
પાઠ 3 ભારતમાં યુરોપિયનોનું આગમન (ભાગ 2 )


*ભારતમાં ઇંગલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તાસંઘર્ષ*

(1) ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ઈ.સ. 1742 યુધ્ધ થયું. ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ હૈદરાબાદ, રાજમું* મુસ્તફાનગર, ઐલોર અને  ચિકાકોલ પર અધિકાર સ્થાપ્યો.

(2) ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈ બંને વચ્ચે ઈ.સ. 1750 માં યુદ્ધ ફાટી નિકળ્યું.

(3) કલાઈવના નેતૃત્વ નીચે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરૂચિરાપલ્લીમાં ફ્રેન્ચો ને હરાવ્યા.

(4) 1754 ની સંધિ પ્રમાણે ડુપ્લેને ભારત બોલાવ્યો ફરી એકવખત કર્ણાટક યુદ્ધ (ઈ. સ.1756) થયુ. અંતે પેરિસની  સંધિ ઈ.સ.1763 પ્રમાણે ફ્રેંન્ચોએ તમામ કોઠીઓ અંગ્રેજીને સોંપી દીધી.

*ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ*

(1) મુસલીપટ્ટનમમાં કોઠી સ્થાપી સ્થાનિક રાજાની પરવાનગી લઈ ચેન્નાઈ ખાતે કિલ્લો બનાવ્યો જે ફોર્ટ સેન્ટ જ્યોર્જ(ઈ.સ.1639) તારીખે ઓળખાયો.

(2) કંપનીએ બ્રિટિશ સરકાર પાસેથી મુંબઈ ટાપુ લઈને તેને કિલ્લેબંધી કરી(ઈ. સ. 1668) હવે પોતાનું મુખ્ય મથક સુરતથી ખસેડી મુંબઈ લાવ્યા.

(3) ઓરિસ્સા (ઈ. સ.1633) અને બંગાળ ઇ.સ.1651 વેપારના મળ્યા. જેથી પટણા, બાલાશોર અને ઢાકામાં કોઠીઓ સ્થાપી.

(4) અંગ્રેજીએ  હુગલી પર આફમણ કર્યું જેથી ઔરંગઝેબે અંગ્રેજો પાસેથી સુરત, મસૂલીપટ્ટમ અને વિશાખાપટ્ટનમ ની કોઠીઓ પર અધિકાર જમાવી દીધો. માફી માંગી પરત મેળવ્યું.

(5) કંપનીએ સુરતની, કાલીઘાટ અને ગોવિંદપુરની જમીનદારી(1698) પ્રાંત કરી તેની આસ-પાસ કિલ્લો બનાવ્યો જે ફોર્ટવિલિયમ તરીકે ઓળખાય છે આજે તે કોલકાતા છે.

(6) ફારૂખાશિયરે કંપનીને વિશેષ અધિકારો આપતા. ઈ. સ.1708 માં કંપનીની નિકાસ 5 લાખ પાઉન્ડની હતી તે ઇ.સ. 1740 સુધીમાં 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી.

*બંગાળમાં બ્રિટીશ સત્તાની પકડ*

(1) ઈ.સ. 1757 પ્લાસી ના યુદ્ધ માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાએ સિરાજ-ઉદ-દૌલાને હરાવ્યો, જોકે અહીં વેપાર કરવાનો અધિકાર ઈ. સ.1717 થી પ્રાપ્ત હતો

(2)અંગ્રેજોએ ફોર્ટ વિલિયમ ની કિલ્લેબંધી કરતા રોષે ભરાયેલા સિરાજ-ઉડ-દૌલા એ કાસીમ બજારની ફેક્ટરીનો કબ્જો કરી 20 જૂન 1756 કોલકત્તા પર અધિકાર જમાવ્યો.

(3)સિરાજ-ઉદ-દૌલાના સેનાપતિ, મીરજાફર મોટા વેપારીઓમાં માણેકચંદ, અમીચંદ, જગતશેઠ અને ખડીમખાંને ખરીદી લઈ અંગ્રેજોએ સિરાજ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું.

(4)મીરજાફરને બંગાળની ગાદી પર બેસાડવાનું વચન આપ્યું. મુસીદબાદથી 20 માઇલ દૂર પ્લસીના મેદાનમાં 23 જૂન 1757 પ્રસિદ્ધ યુદ્ધ થયું. ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના થઈ.

(5) મીરજાફર અને રાઈદુર્લભ જેવા ગાદદારોને કારણે નવાબ હાર્યો _નવીનચંદ સેનના_ મતે "હવે (આ પ્રસંગથી) ભારત કાયમી દુઃખની કાળરાત્રીમાં સપડાયું"

(6)મીરજાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને બંગાળમાં પોતાનો અધિકાર લાદી દીધો પછીથી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મુક્ત વેઓર કરી બંગાળી પ્રજાને લૂંટી પુષ્કળ ધન-દોલત બ્રિટન ભેગા કર્યા.

(7) મીરજાફરે છેવટે (ઈ. સ.1760) પોતાના જમાઈ મીરકસીમને ગાદી આપી દીધી. મીરકસીમે આધુનિક સેના બનવી ભ્રષ્ટાચાર દૂર કર્યો, જેથી અંગ્રેજો અને મીરકસીમ વચ્ચે સંઘર્ષ થયો. ઈ. સ. 1763માં મીરકસીમ હાર્યો અને અવધ ભાગી ગયો.

(8)મીરકસીમે અવધના નવાબ સુજ-ઉદ-દૌલા અને મુઘલ બાદશાહ શાહઆલમ બીજા સાથે સંધિ કરી, આ ત્રણેયની સંયુક્ત સેનાએ અંગ્રેજો સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. જે ભારતના ઇતિહાસ માં સૌથી મહત્વપૂર્ણ તેવું "બકસારનું યુદ્ધ"(22 ઓક્ટોબર 1764) થયું. જેમાં ત્રણેવને હરાવીને અંગ્રેજો જીત્યા.

(9) 1764 બકસરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાના વાસ્તવિક શાસકો અંગ્રેજો બન્યા. કલાઈવ બંગાળના ગવર્નર બન્યા.( ઈ. સ.1765)

*બંગાળમાં દ્વિમુખી વહીવટીતંત્ર*

(1) નવાબ હવે કંપની પર આધારિત હતો, કંપનીએ દીવાની અધિકાર પ્રાપ્ત લાર્યો મહેસુલ ઉધરાવવું, ઉપરસુબેદારની નિમણુંક ન્યાય અને પોલીસ બંને પર નિયંત્રણ સ્થાપ્યું~ ઇતિહાસકારો બંગાળની આ વ્યવસ્થાને _દ્વિમુખી વહીવટીતંત્ર_ તરીકે ઓળખાવે છે કારણ કે _સત્તાનું નિયંત્રણ_ કંપની પાસે હતું પ્રશાસનની જવાબદારી નવાબ પાસે હતી.

(2) બંગાળી પ્રજા માટે કઠોર પરિસ્થિતિ  હતી, અત્યાચાર અને ભયંકર શોષણ થતાં બંગાળ ગરીબી અને બેહાલીનો ભોગ બન્યું અને બંગાળમાં દુષ્કાળોની પરંપરા સર્જાઈ.

*હેસ્ટિંગના સમયમાં બ્રિટિશ કંપનીની સર્વિપરિતાની સ્થાપના*

(1) મારાઠાઓએ હેસ્ટિંગના સમય (ઈ. સ1817) માં ચાર ભાગમાં વહેંચાઈને સંયુક્ત મોરચો બનાવી બ્રિટિશરો વિરુદ્ધ યુદ્ધ આદર્યું. પુનાના પેશ્વાએ , નાગપુરમાં આપ્યાસહેબે અને મધવરાવ હોલ્કરે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું.

(2) હેસ્ટિંગશે સંપૂર્ણ તાકાત લગાવી પેશ્વા, ભોંસલે અને હૉલકરની સેનાઓને હરાવી દીધી અને મુંબઇ પ્રેસિડેન્સીની રચના કરી.

(3)ઈ. સ.1818 સુધીમાં પંજાબ અને સિંધને બાદ કરતાં મોટા ભાગનું ભારત અંગ્રેજોની સર્વોપરિતા માટે અંગ્રેજ ઈતિહાસકાર પી. ઈ. રોબર્ટ્સ અહીંથી જ ભારતમાં આધુનિક યુગોનો પ્રારંભ થયો હોવાનું નોંધે છે.

*સિંધ પર વિજય*

(1) રશિયાના ભયને કારણે અંગ્રેજોએ સિંધ પર વિજય મેળવવાનું નક્કી કર્યું. અભગનીસ્થાન અને સિંધ ના રસ્તે રશિયા ભારત પર પોતાનું વર્ચસ્વ ન વધારે તે માટે તે અનિવાર્ય હતું.

(2)સિંધુ નદી વ્યાપાર માટે બહું ઉપયોગી હતી એક સંધિ દ્વારા સિંધ ના અમીરોએ સિંધ ના વ્યાપારી માર્ગો બ્રિટિશરો માટે ખોલી દીધા હતા બાદમાં બીજી સંધિ થઇ પરંતુ ચાલર્સ નેપિયરે સિંધ પર આક્રમણ કરીને બ્રિટિશ સામ્રાજ્ય માં ભેળવી દીધું.

*ડેલહાઉસી અને ખાલસા નીતિ*

(1) ડેલહાઉસી ભારત ના ગવર્નર જેર્નલ તરીકે 1848 માં આવ્યા તેમને કહ્યું"ભારત ના દેશી રાજ્યોનું અંત બહુ ઓછા સમય માં આવવાનો છે."

(2) સામ્રાજ્યવાદી ડેલહાઉસીએ ભારત જીતવા માટે એક વિચિત્ર સિદ્ધાંત- 'ખાલસા નીતિ' દ્વારા રાજ્યો હડપ કરવાનું શરૂ કર્યું.

(3) 'ખાલસા નીતિ' પ્રમાણે કોઈપણ રાજ્યોનો રાજા ઉત્તરાધિકારી વગર મૃત્યુ પામે તો તે રાજ્ય અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દેવું, જેમકે સતારા 1848, નાગપુર 1854, ઝાંસી 1854 વગેરે.

(4) ભારતના ભૂતપૂર્વ રાજાઓને માન્યતા કે પેન્શન આપવાનો ઇન્કાર કર્યો, જેમકે  કર્ણાટક, સુરત અને તાનજોરના રાજા ઓ ની ઉપાધિઓ છીનવી લીધી અને ભૂતપૂર્વ પેશ્વા બાજીરાવ બીજાના પુત્ર નાનાસાહેબને પેન્શન આપવાની મનાઈ ફરમાવી.

(5) અવધને ગેરવ્યવસ્થાના બહાને (ઇ.સ.1856) બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું.

        સમાપ્ત .........

0 Comments

Newest